Oધો. ૧૦નું બીજી જૂને, ધો. ૧૨ સાયન્સનું૨૫ મે અને કોમર્સનું ૩૦ મે એ પરિણામનીશક્યતા. ધો. ૧૦નું ૫૦ ટકા આસપાસ, અને ધો. ૧૨ સાયન્સનું ૮થી ૮૫ ટકા, કોમર્સનું ૪૫થી ૫૦ ટકા પરિણામની સંભાવના.ધો. ૧૦નું બીજી જૂને, ધો. ૧૨ સાયન્સનું ૨૫ મે અને કોમર્સનું ૩૦ મે એ પરિણામની શક્યતા. ધો. ૧૦નું ૫૦ ટકા આસપાસ, અને ધો. ૧૨ સાયન્સનું ૮થી ૮૫ ટકા, કોમર્સનું ૪૫થી ૫૦ ટકા પરિણામનીસંભાવના.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ધો. ૧૨ સામાન્ય અને સાયન્સની પરીક્ષાઓ સંપન્ન થતાં પેપર મુલ્યાંકનની કામગીરી પણ પૂર્ણ થઇછે ત્યારે ધો. ૧૦નું પરિણામ આગામી બીજી જુને, ધો. ૧૨ સાયન્સ પ્રવાહનું પરિણામ તા. ૨૫મેએ અને ધો. ૧૨ કોમર્સનું પરિણામ તા. ૩૦મી મેએ જાહેર થવાની શક્યતા છે. ધો. ૧૧ના બીજા સેમેસ્ટરનું પરિણામ જૂનના બીજા સપ્તાહમાં જાહેર થવાની સંભાવના છે આ અંગે સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો. ૧૦ અને ધો. ૧૨ સામાન્ય અને વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષાઓ ગયા માર્ચ મહિનામાં તા. ૮મીથી તા. ૧૯ દરમિયાન લેવાઇ હતી. જેમાં ધો. ૧૦માં રાજ્યભરના નવ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.. તેવી જ રીતે ધો. ૧૨ કોમર્સમાં અંદાજિત ૬.૫૦ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને ધો. ૧૨ સાયન્સની પરીક્ષા રાજ્યભરના આશરે દોઢ લાખ વિદ્યાર્થીઓે આપી હતી.હવે જ્યારે પરીક્ષાઓ પૂર્ણ થઇ છે ત્યારે પેપર મુલ્યાંકનની કામગીરી પૂરી થતાં શિક્ષકો દ્વારા પરીક્ષાલક્ષી અન્ય તમામ કામગીરી પણ સંપન્ન કરાઇ છે. હવે આગામી દિવસોમાં ધો. ૧૦નું પરિણામ તા. બીજી જૂને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થવાની સંભાવના સેવાઇ રહી છે. ધો. ૧૦નું પરિણામ ૫૦થી ૫૫ ટકા વચ્ચે રહેવાની શક્યતા આધારભૂત સુત્રોએ વ્યક્ત કરી છે.જ્યારે ઉચ્ચત્તર માદ્યમિક શિક્ષણ બોર્ડના ધો. ૧૨ કોમર્સ પ્રવાનું પરિણામ ચાલુ માસની ૩૦મી તારીખે જાહેર થવાની સંભાવના છે.
કોમર્સ સ્ટ્રીમનું પરિણામ આશરે ૪૫ ટકાથી ૫૦ટકા જેટલું રહેવાની શક્યતા છે. તેવી જ રીતે ધો. ૧૨ સાયન્સ સ્ટ્રીમનું પરિણામ આગામી તા. ૨૫મી મેએ જાહર થવાની સંભાવના સૂત્રોએ જણાવીહતી. ધો. ૧૨ સાયન્સ સ્ટ્રીમનું પરિણામ આશરે ૮૦ થી ૮૫ ટકા જેટલું ઉંચુ આવે તો નવાઇ નહીં તેમ સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું.